AFG vs SA Semifinal: T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિનિદાદના તરુબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાન ટીમ તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન હતું જેમાં આખી ટીમ 11.5 ઓવરમાં 56 રન સુધી જ સિમિત રહી હતી. આફ્રિકન ટીમ તરફથી બોલિંગમાં માર્કો જેન્સન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ ઝડપી હતી. 57 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર 8.5 ઓવરમાં 9 વિકેટે મેચ જીતી લીધી હતી. આફ્રિકા તરફથી બેટિંગ કરતી વખતે રીઝા હેન્ડ્રિક્સે 29 રન અને એડન મેકક્રેમે 23 રનની અણનમ ઇનિંગ રમી હતી.