Saurashtra Satya
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપી કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓને દોષમૂક્ત કરી દેવામાં આવ્યા છે અને ગંભીર ગુનામાં ઝડપાયેલા વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે.

શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી

પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી હતી. જેમાં કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપાધ્યક્ષ ડી.એસ પટેલે જણાવ્યું કે ધોરણ 10માં બોર્ડની પરિક્ષામાં 538 વિધાર્થીઓ ગેરરીતી કરતા ઝડપાયા હતા. જેમાંથી 203 વિધાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમુક્ત કરાયા, જયારે 204 વિધાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવ્યા છે. સમગ્ર પરિણામ રદ કર્યું હોય તેવા 3 વિધાર્થીઓ છે. મોબાઈલ અને ડમી ઉમેદવાર બેસાડ્યા હોય તેવા 5 વિદ્યાર્થી છે, જે ગંભીર ગુનામાં આગામી બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. 

ગંભીર ગુનામાં બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિધાર્થીઓ ગેરીરીતીમાં પકડાયા, જેમાં સીસીટીવીના આધારે 22 વિધાર્થીઓને દોષમુક્ત કરાયા, બોર્ડ દ્વારા પુરક પરિક્ષાને પાત્ર હોય તેવા 209 વિધાર્થીઓ, સમગ્ર પરિણામ રદ કરાયું હોય તેવા 2 વિદ્યાર્થીઓ, જયારે ગંભીર ગુનામાં બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે તેવા 6 વિધાર્થીઓ છે. ધોરણ 12 સાયન્સ પરીક્ષામાં 19 વિધાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા, જે પૈકી 1 વિદ્યાર્થીને સીસીટીવીના આધારે દોષમુકત કરાયો છે, જયારે પૂરક પરિક્ષા પાત્ર 12 વિધાર્થીઓ, સમગ્ર પરિણામ રદ કરાયું હોય તેવા 4 વિદ્યાર્થીઓ અને ગંભીર ગુનામાં પકડાયેલા 3 વિધાર્થીઓ છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More