Saurashtra Satya
ભારત

Manipur: જિરિબામમાં લાપતા વ્યક્તિની હત્યા મામલામા સ્થાનીક લોકોનુ પ્રદર્શન, રાજ્ય સરકારે લગાવ્યુ કરફ્યુ

મણિપુર સરકારે જીરીબામ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યાને લઈને લોકો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સોઇબામ શરતકુમાર સિંહનો મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક લોકોએ કેટલીક જગ્યાએ આગ લગાવી હતી. આ ઘટનાને જોતા ગુરુવારે રાતથી જ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા. જોકે, તંગદિલીભર્યા વાતાવરણમાં શુક્રવારે સવારે સ્થિતિ શાંત રહી હતી.

પોલીસ સ્ટેશન બહાર સ્થાનિક લોકોનુ પ્રદર્શન 
ઉલ્લેખનીય છે કે મૃતક સોઈબમ શરતકુમાર સિંહ ગુરૂવારની સવારથી જ પોતાના ફાર્મ પરથી ગાયબ હતા. પછી તેમની ડેડ બોડી મળી આવી. તેમના શરીર પર ઘા ના નિશાન પણ  જોવા મળ્યા હતા. ડેડ બોડી મળ્યા પછી સ્થાનીક લોકોએ જિરીબામ પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરવુ શરૂ કર્યુ. લોકોએ ચૂંટણી પૂરી થયા પછી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી લીધેલી લાઇસન્સવાળી બંદૂકો પરત કરવાની માંગ કરી હતી. પ્રદર્શનને જોતા વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મૃતક સોઇબામ શરતકુમાર સિંહ ગુરુવારે સવારથી પોતાના ખેતરમાંથી ગુમ હતો. બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક લોકોએ જીરીબામ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. લોકોએ ચૂંટણી પૂરી થયા પછી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી લીધેલી લાઇસન્સવાળી બંદૂકો પરત કરવાની માંગ કરી હતી. પ્રદર્શનને જોતા વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું કે, “અસામાજિક તત્વોની ગેરકાયદેસર ગતિવિધિઓને કારણે આ વિસ્તારમાં રમખાણો થવાની સંભાવના છે.” સ્થાનિક વહીવટીતંત્રે પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડાને ગેરકાયદેસર જાહેર કર્યું.  વહીવટીતંત્રે કહ્યું, “જિરીબામ જિલ્લો હાલમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. સમાજના તમામ વર્ગોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. તેમને ખોટા સમાચારોથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.” જિલ્લા મેજિસ્ટ્રેટે જીરીબામ પોલીસ અધિક્ષકને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવા વિનંતી કરી.
એક વર્ષથી ચાલુ છે મણિપુરમાં હિંસા 
ઉલ્લેખનીય છે કે મણિપુરમા છેલ્લા એક વર્ષથી જ હિંસા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મૈતેઈ સમુહને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં ગયા વર્ષે ત્રણ મે ના રોજ પર્વતીય જીલ્લામાં આદિવાસી એકજૂટતા માર્ચનુ આયોજન થયા બાદ ઝડપ થઈ હતી.  ત્યારથી રાજ્યમાં ઓછામાં ઓછા 160 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More