Saurashtra Satya
દુનિયા

ડેનમાર્કનાં વડાં પ્રધાન પર હુમલો, રસ્તા પર મારપીટ કરી

Mette Frederiksen image source soical media
ડેનમાર્કનાં વડાં પ્રધાન મેતે ફ્રેડરિક્સન પર રાજધાની કોપેનહેગનના રસ્તા પર હુમલો થયો છે. આ હુમલાથી વડાં પ્રધાન આઘાતમાં છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે શહેરના મધ્યમાં એક ચાર રસ્તા પર એક શખ્સ વડાં પ્રધાન તરફ આગળ વધ્યો અને તેમના પર હાથ ઉપાડ્યો હતો. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે.
યુરોપીયન કમિશનર ઉર્સુલા વૉન ડેર લેયને આ ઘટનાને ‘નીચ હરકત’ ગણાવી છે.
તેમણે કહ્યું કે આ ઘટના એ બધી બાબતોની વિરુદ્ધ છે, જેના પર યુરોપના લોકો વિશ્વાસ રાખે છે અને જેના માટે લડે છે.
ડેનમાર્કના વડા પ્રધાન કાર્યાલયે આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે.
નિવેદનમાં કહેવાયું કે “શુક્રવારે વડાં પ્રધાન મેતે ફ્રેડરિક્સન સાથે કોપેનગેહનના કુલ્ટોરવેટમાં એક શખ્સે મારપીટ કરી છે. હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. વડાં પ્રધાન આ ઘટનાથી આઘાતમાં છે.”
પોલીસે કહ્યું કે હુમલાખોરની પૂછપરછ કરાઈ રહી છે, પરંતુ હજુ સુધી હુમલાનો હેતુ જાણવા મળ્યો નથી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More