Saurashtra Satya
લાઈફ સ્ટાઈલ

હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા મુખ્યત્વે અતિશય તણાવ અથવા ચિંતાને કારણે થાય છે. આ ઉપરાંત શરીરમાં અસંતુલિત સોડિયમ અને પોટેશિયમની ઉણપને કારણે પણ હાઈપરટેન્શનની સમસ્યા થાય છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટનુ માનીએ તો હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ધમનીઓમાં બીપી ઘણું વધી જાય છે. જો દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી, 30 વર્ષની ઉંમર પછી, દરેક વ્યક્તિએ નિયમિત સમયાંતરે હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. ખાવાપીવાની ટેવ અને લાઈફસ્ટાઈલમાં પણ મોટા ફેરફારો કરો. આ ઉપરાંત હાઈપરટેન્શનને કંટ્રોલ કરવા માટે આ 5 ટિપ્સ ફોલો કરો. આવો જાણીએ

તનાવ ન લેશો 

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા માનસિક તણાવને કારણે થાય છે. તણાવ માત્ર માનસિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે. આ માટે તણાવમુક્ત રહો. તમે તમારી જાતને વ્યસ્ત રાખીને માનસિક તણાવથી રાહત મેળવી શકો છો. આ સિવાય તણાવમાંથી મુક્તિ મેળવવા માટે યોગ અને ધ્યાનની મદદ પણ લઈ શકાય છે.

વજન કંટ્રોલ કરો 

જો તમે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો જંક ફૂડનું સેવન બંધ કરો. જંક ફૂડના વધુ પડતા સેવનથી વજન વધે છે. એકવાર વજન વધી જાય પછી તેને નિયંત્રિત કરવું સરળ નથી. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય ઘણી બીમારીઓ થાય છે. આ માટે વજનને નિયંત્રણમાં રાખો.

મીઠુ ઓછુ ખાવ 

મીઠું અને ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. અસંતુલિત સોડિયમ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. આ માટે યોગ્ય માત્રામાં મીઠું ખાઓ. તમે મીઠું અને ખાંડની માત્રા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહની મદદ લઈ શકો છો. જંક ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. તેથી જંક ફૂડ ટાળો.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More