Saurashtra Satya
બિઝનેસ

સોના-ચાંદીના ભાવ ગબડ્યા, 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિમંત આજે રૂ.2080 ઘટીને રૂ.71,670 થઈ ગઈ

Sona Chandi no Bhav: જો તમે લાંબા સમયથી સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ભારતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જોઈને ગ્રાહકોના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. ચાલો હવે તમને સોના અને ચાંદીના નવીનતમ ભાવો જણાવીએ.

ભારતમાં આજે સોનાનો રેટ (Gold Rates In India Today)
સોનાની કિમંતમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે 22 કેરેટ સોનાની કિમંત આજે 1900 રૂપિયા ઘટીને 65700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ અને 22 કેરેટ ગોલ્ડના 100 ગ્રામની કિમંત આજે ભારતમાં 19000 રૂપિયા ઓછી થઈ ગઈ છે. 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાની કિમંત આજે 2080 રૂપિયા ઘટીને 71,670 રૂપિયા થઈ ગઈ છે.
બીજી બાજુ 100 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિમંત 20,800 રૂપિયાના ભારે ઘટાડા સાથે 7,16,700 રૂપિયા થઈ ગઈ.
18 કેરેટ સોનાનો ભાવ આજે 1550 રૂપિયા ઘટીને 53,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો અને શનિવારે ભારતમાં 18 કેરેટ સોનાનો 100 ગ્રામનો ભાવ રૂપિયા 15,500 ઘટીને રૂપિયા 5,37,600 થયો હતો.
સ્પોટ ગોલ્ડ અને સ્પોટ સિલ્વરના ભાવ વિશે વાત કરીએ તો, આજે 1123 GMT મુજબ, સ્પોટ ગોલ્ડ 1.8% ઘટીને ડોલર 2,333.69 પ્રતિ ઔંસ થઈ ગયું છે. સ્પોટ સિલ્વર 2.9% ઘટીને ડોલર 30.39 પ્રતિ ઔંસ, પ્લેટિનમ 1.3% ઘટીને ડોલર 989.55 અને પેલેડિયમ 1.1% ઘટીને ડોલર 919.50 થયુ છે.
8 જૂનના રોજ ભારતમાં ચાંદીની કિમંતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં આજે ચાંદીની કિમંતો 4500 રૂપિયા ઘટાડા સાથે 91,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ અને 100 ગ્રામ ચાંદીની કિમંત આજે 450 રૂપિયા સસ્તી થઈને 9150 રૂપિયા પર આવી ગઈ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More