Saurashtra Satya
ભારત

અમે સત્તામાં આવ્યા તો ગરીબોને 5 ને બદલે 10 કિલો અનાજ આપીશુ : મલ્લિકાર્જુન ખરગે

લખનૌમાં ઈંડિયા ગઠબંધનની સંયુક્ત પ્રેસ કોંન્ફેંસ, બીજેપી પર બોલ્યો હુમલો 

મલ્લિકાર્જુન ખરગેએ કહ્યુ કે 4  જૂન પછી પીએમ નરેન્દ્ર મોદીની વિદાય નક્કી 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી પર જોરદાર નિશાન સાધ્યુ. લખનૌમાં ઈંડિયા ગઠબંધનની પ્રેસ કૉન્ફ્રેંસમાં ખડગે એ કહ્યુ કે આ સંવિઘાન બચાવવાની ચૂંટણી છે. આ વખતે નરેન્દ્ર મોદીની વિદાય નકી છે. અમે શ્રીમંત અને ગરીબનુ અંતર મટાવવાનુ છે. ઈંડિયા ગઠબંધનની લડાઈ બેરોજગારી વિરુદ્ધ છે. 4 જૂનના રોજ ઈંડિયા ગઠબંધનની સરકાર બનશે. ખડગેએ વચન આપ્યુ છે કે અમે સત્તામાં આવીશુ તો ગરીબોને 5 ની જગ્યાએ 10 કિલો અનાજ આપીશુ.

યૂપીના નૌજવાન પેપર લીક થવાથી ખૂબ દુખી થયા છે – અખિલેશ યાદવ 

કોંગ્રેસ અધ્યક્ષએ કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં બે વિચારઘારાઓની લડાઈ છે. ચોથા ફેસ પછી ઈંડિયા ગઠબંધન વધુ મજબૂત થયુ છે. બીજેપી ધર્મના આધાર પર ચૂંટણી લડી રહી છે. બેરોજગારોને નોકરી મળી નથી. લોકતંત્ર થયુ નહી તો બધા ગુલામ થઈ જશે. ખડગેની સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પ્રેસ વાર્તામાં હાજર છે. મલ્લિકાર્જુન ખડગે સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. મલ્લિકાર્જુન ખરગેએ કહ્યુ ક એ અમે દેશ માટે ઘણુ યોગદાન આપ્યુ છે. કોંગ્રેસની સરકાર દેશના વિકાસ માટે ખૂબ કામ કર્યુ છે. આજે ડરાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં આવી રહી છે. ચૂંટણી એજંટોને ધમકી આપવામાં આવી રહી છે.

140 કરોડ જનતા 140 સીટ માટે બીજેપીને તરસાવી દેશે – અખિલેશ 

અખિલેશ યાદવે પણ બીજેપી પર સખત હુમલો બોલ્યો. યાદવે કહ્યુ કે યુવકો જોઈ રહ્યા છે કે તેમની પરીક્ષા લીક થઈ રહી છે. તે નિરાશ થઈ રહ્યા છે. આ સરકાર નોકરી આપવા માંગતી નથી.  નવયુવાનોનુ ત્રીજા ભાગનુ જીવન બરબાદ થઈ રહ્યુ છે. તેમના માતા પિતા પરેશાન છે.  યુવાનો, વેપારી સહિત દરેક વર્ગ બીજેપીથી પરેશાન છે.  આ વખતે બીજેપીનો સફાયો થઈ રહ્યો છે.  આવનારા સમયમાં 140 કરોડ જનતા 140 સીટો માટે બીજેપીને તરસાવી દેશે. 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More