Saurashtra Satya
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

જાણો : કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી? ગુજરાતમાં હજુ પણ ઑરેન્જ ઍલર્ટ

ગઈકાલે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.

કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, મોરબી તથા સુરત, તાપી, વલસાડ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ રાજ્યમાં છૂટોછવાટો વરસાદ નોંધાયો છે અને હજુ પણ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો?
દક્ષિણ ગુજરાત પ્રદેશના નવસારી, સુરત અને તાપીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ છૂટાછાયાયાં વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમ કે, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ અને પોરબંદરમાં.
આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આવનારા 10 દિવસ માટે વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ વરસશે એવી આગાહી છે.
ગુજરાતમાં કઈ સિસ્ટમ સર્જાઈ છે?
હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે.
ગુજરાતના ઉત્તરમાં અને પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં એક સાયક્લોનિક સિર્ક્યુલેશન સર્જાયું છે.
બીજું સાયક્લોનિક સિર્ક્યુલેશન ગુજરાતના દક્ષિણ ગુજરાત પર સર્જાયું છે.
આ સિવાય, ગુજરાત પર એક ટર્ફ પણ બની છે જે દક્ષિણ ગુજરાતથી મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલી છે.
આ ત્રણેય સિસ્ટમોના કારણે ગુજરાતમાં આગામી 7-8 દિવસ સુધી વરસાદનું જોર રહેશે.
‘સ્કાયમેટ વેધર’ અનુસાર, આગામી 24 કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી છે.
ગુજરાત સિવાય, હરિયાણા અને બંગાળ, સિક્કિમ ઉપર પણ એક સિસ્ટમ બનેલી છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ક્યાં ઑરેન્જ ઍલર્ટ જાહેર આવ્યું?
ગુજરાતમાં ત્રીજી જુલાઈએ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ઑરેન્જ ઍલર્ટની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે.
આ સિવાય, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દાદરા નાગર હવેલી અને દમણ જેવા વિસ્તારમાં પણ ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય ગુજરાતના બીજા જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
યલો ઍલર્ટ જે જિલ્લાઓમાં અપાયું છે એમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સામેલ છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી,, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ. દાહોદ, તાપી, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આગાહીને પગલે ગુજરાતમાં આજે હળવોથી સામાન્ય વરસાદ ગુજરાતના દરેક જિલ્લાઓમાં રહેશે.
વળી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહલ, છોટા ઉદેપુરમાં સામાન્યથી વરસાદ જોવા મળશે. આ વિસ્તારમાં છૂટાછાયો વરસાદ પણ જોવા મળશે.
તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ , ખેડા, અને સુરેન્દ્રનગરમાં પણ વસરસાદની આગાહી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More