ખંભાળિયામાં આભ ફાટતાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદથી ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ…રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા…આ સિવાય રાજ્યના 20થી વધુ તાલકામાં મેઘો મન મૂકીને વરસ્યો , બીજી તરફ પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા
આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. કચ્છના માંડવીમાં સવારે બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ દ્વારકા, ભાણવડ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસ્યો હતો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં 233 MM, પોરબંદર 69 MM, ભાણવડ 55 MM, રાણાવાવ 36 MM, નખત્રાણા 30 MM, ગારિયાધાર 28 MM, દ્વારકા 27 MM વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.