Saurashtra Satya
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

રાજકોટ અગ્નિકાંડઃપૂર્વ ડે.ફાયર ઓફિસર પાસે 79.94 લાખની અપ્રમાણસર મિલકતો, ACBમાં ફરિયાદ

Rajkot fire incident:

શહેરના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ ફાયર સહિતના વિભાગના જવાબદારો સામે તપાસ ચાલી રહી છે. ત્યારે મનપાના ડે. ચીફ ફાયર ઓફિસર સામે ACBએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકતની એસીબીએ ફરિયાદ દાખલ કરી કરી છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ તેમની પાસેથી ઠેબાએ 70 હજારની લાંચ લીધી હોવાનું એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સાંસદ બન્યા બાદ 70 હજાર પાછા આપી દીધા હતા.
79.94 લાખની અપ્રમાણસર મિલકતમાં કાર્યવાહી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની સંપત્તીની તપાસ માટે ACB એક્શનમાં આવી હતી. ACBએ પહેલી એપ્રિલ 2012થી 31 માર્ચ 2024 સુધીના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવા તથા બેંક ખાતાઓની વિગાતો સહિત વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવવામાં આવેલી માહિતી સહિતનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ પોતાની ફરજ દરમિયાન હોદ્દાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ પોતાના તથા આશ્રીતોના નામે મિલ્કતમાં રોકાણ કરેલાનુ પ્રાથમિક દ્રષ્ટિએ ACBની તપાસમાં ફલિત થયું છે. આરોપી સામે 79.94 લાખ એટલે કે તેની પાસે 67.27 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સરકાર વતી ACB ફરિયાદી બની
આરોપી વિરૂધ્ધ રૂ.79,94,153 એટલે કે 67.27% વધુ અપ્રમાણસર મિલકતો એટલે કે આવક કરતાં વધુ સંપત્તિ વસાવેલી હોવાનો તપાસ કરનાર અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, રાજકોટ એકમ, રાજકોટે સરકાર પક્ષે ફરિયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારો-2018)ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુનો દાખલ કરાવ્યો છે. જે ગુનોની આગળની તપાસ એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટના PI પી.એ.દેકાવાડીયાને સોપવામાં આવીછે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More