Saurashtra Satya
ધર્મ

આજે ગંગા સપ્તમી, જરૂર કરો આ કામ જલ્દી જાગશે તમારુ ભાગ્ય

આજે એટલે કે 14 મે ના રોજ ગંગા સપ્તમી ઉજવાય રહી છે. દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિના રોજ ગંગા સપ્તમી ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ તિથિના દિવસે ગંગાજીની ઉત્પત્તિ થઈ હતી. તેથી તેને ગંગા જયંતિના નામ પણ ઓળખવામાં આવે છે આજે મઘ્યાહ્નના સમય મા ગંગાનુ વિશેષ રૂપથી પૂજન કરવાન વિધાન છે. કહેવાય છે કે ગંગા સપ્તમી પર ગંગા નદીમાં સ્નાન કરવ આથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનુ સમાઘાન મળે છે અને તેને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે જ સ્વાસ્થ્ય પણ સારુ થાય છે. તો ચાલો જાણીએ કે ગંગા સપ્તમીના દિવસે કયા કામો કરવાથી પુણ્યકાળી ફળોની પ્રાપ્તિ થાય છે.

ફળનુ દાન – ગંગા સપ્તમીના દિવસે ઋતુ મુજબના ફળોનુ દાન કરો. આ વસ્તુઓ દાન કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે. સાથે જ માન-સન્માનમાં વધારો થાય છે.  

સત્તુ અને જળનુ દાન  – ગંગા સપ્તમીના દિવસે જળનુ દાન કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે. આ ઉપરાંત આજના દિવસે સત્તુનુ દાન પણ લાભદાયી છે. ગંગા સપ્તમીના દિવસે સત્તુનુ દાન કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. 

ઘઉ નુ કરો દાન – ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાન પછી દાન જરૂર કરો. ગંગા સપ્તમીના દિવસે તમારી ક્ષમતા મુજબ બ્રાહ્મણોને ઘઉ દાન કરો.  ઘઉનુ દાન કરવાથી વ્યક્તિને ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

ગંગા સપ્તમીના દિવસે જો ગંગા નદીમાં સ્નાન કરવા નથી જઈ શકતા તો કરો આ ઉપાય 

જો તમારે માટે ગંગા નદીમાં સ્નાન કરવુ શક્ય ન હોય તો તમે તમારા સ્નાનના પાણીમાં ગંગા જળના કેટલાક ટીપા નાખીને તેમા ગંગા મૈય્યાનુ આવાહ્ન કરીને પણ ગંગા નદીમાં સ્નાનનો લાભ લઈ શકો છો. તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.  ગંગા પૂજન સાથે જ આજના દિવસે દાન-પુણ કરવાનુ પણ વિશેષ મહત્વ છે.  તેનાથી વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારના સુખ સાધન પ્રાપ્ત થાય છે.  

ગંગા સપ્તમીના દિવસે શુ કરવુ જોઈએ ?

– ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નન કરો 

– શ્રી ગંગ સ્તુતિ અને શ્રીગંગા સ્તોત્રનો પાઠ કરો 

– ગંગા સપ્તમીના દિવસે અનાજ-ધન, ફળ, વસ્ત્ર વગેરે વસ્તુઓનુ દાન કરો. 

– ગંગા સપ્તમીના દિવસે મા ગંગા અને ભગવાન સૂર્યની પૂજા કરો 

– શક્ય હોય તો ગંગા સપ્તમીના દિવસે વ્રત કરો 

  ગંગા સપ્તમીના દિવસે શુ ન કરવુ ?

– શક્ય હોય તો ગંગા સપ્તમીના દિવસે વ્રત કરો 

– ગંગા સપ્તમી ના દિવસે શુ ન કરવુ ?

– ગંગા સપ્તમીના દિવસે તામસિક વસ્તુઓથી દૂર રહો 

– ગંગા સપ્તમીના દિવસે કોઈપણ ગરીબને ખાલી હાથ ન મોકલશો તેને કંઈક ને કંઈક દાન જરૂર કરો 

– કોઈને માટે પણ તમારા મનમાં ખરાબ વિચાર ન લાવો અને ન કોઈને અપશબ્દ કહો 

– મા ગંગાની સાચા મન અને એકાગ્રતાની સાથે પૂજા કરો. 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More