Saurashtra Satya
દુનિયા

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

દૂધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે પણ દૂધ પીતી વખતે કેટલીક સાવધાનીઓનુ ધ્યાન ન રાખવામાં આવ્યુ તો તમે અનેક પ્રકારની બીમારીના શિકાર થઈ શકો છો. એક રિસર્ચમાં આ વાત સમએ આવી છે કે કાચુ દૂધ પીવાથી સ્કિન સાથે જોડાયેલ બીમારીનો ખતરો 100 ગણૉ વધી જાય છે.   રિસર્ચ મુજબ ઉકાળ્યા વગરનુ કોઈપણ પશુનુ દૂધ પીવો આરોગ્ય માટે નુકશાનદાયક છે અને તેનાથી બ્રુસેલોસિસ જેવી બીમારી થઈ શકે છે.  જેની ટ્રીટમેંટ ન હોવાથી આ જીવલેણ સાબિત થઈ શકે છે.

જીવલેણ હોઈ શકે છે  બ્રુસેલા બેક્ટેરિયા
– જાનવરોનુ કાચુ દૂધ ખૂબ જ ખતરનાક હોય છે.  જેના માધ્યમથી માનવ શરીરમાં બ્રુસેલા બેક્ટેરિયા આવી જાય છે અને યોગ્ય સમય પર તેની ઓળખ અને તેનો ઉપચાર ન હોવાતી આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
બ્રુસેલોસિસના લક્ષણ –  બ્રુસેલોસિસના સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ રહે છે.  જે અનેક મહિના સુધી પણ રહી શકે છે. આ ઉપરંત અન્ય લક્ષણોમાં નબળાઈ, માથાનો દુખાવો અને સાંધા, માસપેશિયો અને કમરનો દુખાવો સામેલ છે.  પણ અનેક મામલાને સામાન્ય માની લેવામાં આવે છે અને તપાસમાં રોગની જાણ થઈ શકતી નથી.
પશુઓમાં કેમ જોવા મળે છે આ બેક્ટેરિયા
યોગ્ય હાઈજીન વગેરેનો ખ્યાલ ન રાખવાથી પશુ આ પ્રકારના બેક્ટેરિયાના ઈંફેક્શનના શિકાર થઈ જાય છે અને એવુ નથી કે વારેઘડીએ દૂધ પીવાથી ઈંફેક્શનની આશંકા રહે છે પણ મનુષ્ય જો એકવાર પણ દૂહ્દ ઉકાળ્યા વગર પીવો તો તેને ઈંફેક્શનનુ જોખમ હોય છે.
પનીર અને આઈસક્રીમ પણ ઉકળેલા દૂધના ખાવ
પનીર અને આઈસક્રીમ જેવા ઉત્પાદ પણ દૂધને ઉકાળતા સુધી ગરમ કરીને બનાવવામાં ન આવે તો બ્રુસેલોસિસનો ખતરો રહે છે.
બ્રુસેલોસિસની થઈ શકે છે સારવાર
યોગ્ય સમય પર બીમારીની જાણ થતા તેની સારવાર થઈ શકે છે અને છ અઠવાડિયા સુધી દવાઓ લેવી પડે છે. સામાન્ય બ્લડ રિપોર્ટમાં તેની જાણ થવાની શક્યતા ઓછી હોય છે.  વિશેષ રૂપથી તપાસ કરવવાની હોય છે.
કેટલાક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ઉકળેલા દૂધની તુલનામાં કાચુ દૂધ વધુ નુકશાનદાયક છે.  તેથી ડોક્ટર સલાહ આપે છે કે દૂધનો ઉપયોગ ઉકાળીને જ કરવો જોઈએ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More