Saurashtra Satya
વિશેષ

Merry Christmas Wishes 2025: મેરી ક્રિસમસ મેસેજીસ… નાતાલની શુભેચ્છા

Merry Christmas Wishes 2025: ક્રિસમસ ખુશીઓ પ્રેમ અને સૌની સાથે જોડવાનો તહેવાર છે. આ ખાસ અવસર પર જો તમે પણ તમારા દિલની વાત શબ્દોમાં પરોવીને મોકલશો તો તમે દૂર છો એવુ પણ નહી લાગે.  કેક જેવી મીઠાશવાળા આ સ્પેશલ વિશ મેસેજ તમારી ભાવનાઓને સુંદરતાથી રજુ કરશે અને દૂર બેસેલા તમારા સંબંધી કે તમારા કોઈ ખાસ ના ચેહરા પર સ્માઈલ લાવશે. આ ક્રિસમસ પર  (Merry Christmas 2025 Wishes In Gujarati) પર તમારા શબ્દોથી ખુશીઓ વહેચો અને તહેવારને યાદગાર બનાવો.

1  ઈસા મસીહે સાંતાના હાથે સંદેશ મોકલ્યો છે
પાંચ દિવસ  પછી નવી આશાઓનુ વર્ષ મોકલ્યુ છે
નવ વર્ષની પોટલીમાં ખુશીઓની ભેટ મોકલી છે
મળીને ઉજવો ક્રિસમસ ખૂબ ખૂબ પ્રેમ મોકલ્યો છે
2 તમારા જીવનમાં હંમેશા બહાર આવે
મેરી ક્રિસમસ અને નવુ વર્ષ શાનદાર રહે
નાતાલની શુભેચ્છા
3  ખુશીઓથી ભરેલુ રહે જીવન તમારુ
સફળતાઓથી ચમકે દરેક તારો
ક્રિસમસ પર છે આ જ પ્રાર્થના અમારી
દરેક દિવસ રહે ખુશીઓથી ભરપૂર તમારો
Happy Christmas 2025
4  જે માંગો તે મળી જાય
ક્યારેય કોઈ ચિંતા ન સતાવે
ઈસા મસીહની કૃપા કાયમ રહે
ક્રિસમસ પર આ જ શુભેચ્છા
મેરી ક્રિસમસ
5  દેવદૂત બનીને કોઈ આવશે
તમારી બધી આશા પૂરી કરીને જશે
ક્રિસમસના આ શુભ દિવસે
ભેટ અને ખુશીઓ આપીને જશે
ક્રિસમસની શુભેચ્છા
6 ક્રિસમસનો સરસ તહેવાર
તમારે માટે લાવે ખુશીઓ અપાર
સેંટા ક્લોઝ આવે તમારે દ્વાર
શુભેચ્છા અમારી કરો સ્વીકાર
Merry Christmas 2025
7  પ્રેમ અને સુકૂન નો આ દિવસ છે ખાસ
બધાને મુબારક રહે ક્રિસમસનો તહેવાર
મેરી ક્રિસમસ 2025
 8. ન રહે કોઈ ઈચ્છા અધૂરી
   ન રહે કોઈ સપનુ અધુરુ
  ઈશુ આપે તમને એટલી
  ખુશીઓ કે તમારા દિલનુ
  દરેક સપનુ થાય પુરૂ
Merry Christmas 2025

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More