ગોંડલ, હાલ BAPS સંસ્થાના અધ્યક્ષ પ. પૂ. મહંત સ્વામી મહારાજ ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે બિરાજમાન છે. તેઓના સાંનિધ્યમાં નિત્ય નવિન ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. તેની શ્રુંખલામાં તા: ૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અક્ષર મંદિર નીચે આવતા ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો માટે “ગ્રામ્ય દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.

સવારમાં મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા અંતર્ગત હરિભક્તોએ કીર્તન ભક્તિ રજુ કરી હતી. નાના નાના બાળકોએ મુખપાઠ રજુ કરી ગુરુહરિને ચરણે ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
“ફ્રીડમનો મોહ” સંવાદ અંતર્ગત યુવા માનસનો ચિતાર રસપ્રદ રીતે રજુ કરવામાં આવ્યો

સાંજે સત્સંગ સભામાં પણ વિવિધ ભક્તિસભર કાર્યક્રમો દ્વારા હરિભક્તો તેમજ કાર્યકરોએ મહંત સ્વામી મહારાજ સમક્ષ પોતાની કલા પાવન કરી હતી. “ફ્રીડમનો મોહ” સંવાદ અંતર્ગત યુવા માનસનો ચિતાર રસપ્રદ રીતે રજુ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ આધારિત કવીઝ રજુ કરી મહંત સ્વામીનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિભક્તો દ્વારા રજુ કરવામાં આવેલ આજ્ઞા અને ઉપાસના વિષયક ડીબેટ સૌને વધુ ધ્યાનાકર્શક રહી હતી. આ તકે સંસ્થાના વિદ્વાન વક્તા સંત પ. પૂ. વિવેક્સાગરદાસ સ્વામી અને પૂ. આદર્શજીવનદાસ સ્વામીએ પોતાના પ્રેરક વક્તવ્ય દ્વારા જીવનમાં સત્સંગનું મહત્વ સમજાવ્યું હતું. અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ દ્વારા ઉપસ્થિત સૌ હરિભક્તોને કૃતાર્થ કર્યા હતાં.

