Saurashtra Satya
ભારત

Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે

Sharad purnima 2025– શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. શરદા પૂર્ણિમાને આસો પૂર્ણિમા કે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે.  માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.

આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. ચાલો જાણીએ આ વખતે શરદ પૂર્ણિમા ક્યારે છે.

શરદ પૂનમ ક્યારે છે
શરદ પૂર્ણિમા 2025 માં ઓક્ટોબર 6 ના રોજ ઉજવવામાં આવશે.

શરદ પૂર્ણિમા ઓક્ટોબર 6 ના રોજ બપોરે 12.23 વાગ્યે શરૂ થશે જે 7 ઓક્ટોબર, 2025, મંગળવારના રોજ રાત્રે 9:35 વાગ્યા સુધી રહેશે. કારણ કે કોજાગરી પૂર્ણિમા માટે રાત્રિભર પૂર્ણિમા આવશ્યક અને શુભ છે. તેથી, વ્રતની પૂર્ણિમા અને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા 6 ઓક્ટોબર, સોમવારની રાત્રે કરવામાં આવશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More