Saurashtra Satya
ભારત

ભારતના પાડોશી દેશ ચીનમાં આવ્યો ભૂકંપ, જેનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટરની ઊંડાણમા, અને તીવ્રતા જાણો

ભારતના પડોશી દેશ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે 8:45 વાગ્યે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શિનજિયાંગમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 41.65 ઉત્તર અક્ષાંશ, 81.14 પૂર્વ રેખાંશ પર હતું. તેની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતી.

ગયા મહિને સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો.
અગાઉ 9 ઓક્ટોબરે ચીનના દક્ષિણપશ્ચિમ સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.4 હોવાનો અંદાજ હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપ ગાંઝી તિબેટીયન સ્વાયત્ત પ્રીફેક્ચરના શિનલોંગ કાઉન્ટીમાં આવ્યો હતો. કાંગડિંગ શહેરથી લગભગ 216 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હતી.
ભારતના આ ભાગમાં ભૂકંપ
સોમવારે રાત્રે 9:28 વાગ્યે (IST) ભારતના લદ્દાખના લેહ ક્ષેત્રમાં 4.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગિલ નજીક હતું, જે લેહથી લગભગ 284 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં છે, જેનું અક્ષાંશ 36.68°N અને રેખાંશ 74.39°E હતું. ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હતી. સ્થાનિક સ્તરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More