પપૈયુ આરોગ્ય માટે લાભકારી હોય છે. પણ બધાને ફાયદો કરાવે એ જરૂરી નથી. કેટલાક લોકોને પપૈયુ નુકશાન પણ કરી શકે છે. આમ તો પપૈયામા એવા અનેક મિનરલ હોય છે જે આરોગ્ય સારુ રાખવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર પપૈયુ પેટ લાંબા સુધી ભરેલુ રાખે છે. તેનાથી વજન કંટ્રોલ કરવા અને ઘટાડવામાં મદદ મળે છે. ડાયાબિટીસ, હાર્ટ અને કેંસરના દર્દીઓ માટે પપૈયુ ખૂબ જ લાભકારી હોય છે. પણ એવી અનેક બીમારી છે જેમા પપૈયુ ખૂબ લાભકારી હોય છે. પણ એવી અનેક બીમારી છે જેમા પપૈયાનુ સેવન કરવાની મનાઈ હોય છે. આ લોકો માટે પપૈયુ ખાવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ લોકોએ ભૂલથી પણ ખાવુ પપૈયુ
કિડનીમાં પથરીથી પીડિત – જો તમારી કિડનીમાં પથરી છે તો તમારે પપૈયુ બિલકુલ ન ખાવુ જોઈએ. પપૈયામાં વિટામિન સી ખૂબ હોય છે. જે એક રિચ એંટીઓક્સીડેંટ છે. વધુ પપૈયુ ખાવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે. પપૈયુ ખાવાથી કેલ્શિયમ ઑક્સલેટની કંડીશન ઉભી થઈ શકે છે. જેનાથી કિડની સ્ટોનની સમસ્યા ઉભી થઈ શકે છે.
હાઈપોગ્લાઈસીમિયાવાળા લોકો – ડાયાબિટીસથી પીડિત લોકોને પપૈયુ ફાયદો કરે છે. તેનાથી બ્લડ શુગરના લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. પણ જે લોકોનુ બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછુ છે તેમને પપૈયુ ન ખાવુ જોઈએ. એટલે જે લોકો હાઈપોગ્લાઈસીમિયાથી પરેશાન છે તેમને પપૈયુ ખાવાથી પરેજ કરવુ જોઈએ. તેનાથે હાર્ટ બીટ ઝડપી કે શરીરમાં કંપનની સમસ્યા ઉભી થઈ શકે છે.

