Parliament Session LIVE Updates: સંસદના શિયાળુ સત્રમાં શુક્રવારે ભારે હોબાળો થયો છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોના બંડલ મળી આવ્યા છે. રાજ્યસભાના ઉપસભાપતિ જગદીપ ધનખરે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. ગૃહની શરૂઆત પહેલા કોંગ્રેસ અને વિપક્ષના સાંસદો મોઢા પર કાળા માસ્ક પહેરીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું છે અને તે 20 ડિસેમ્બર સુધી ચાલશે.

