Saurashtra Satya
સૌરાષ્ટ્ર કચ્છ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 12 ખેલાડીઓની ઓલ ઇન્ડિયા લેવલે પસંદગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એચ.એલ. દોશી કોલેજ દ્વારા આયોજિત રોડ સાઇકલિંગ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની ટીમ ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા રાજસ્થાન (બિકાનેર) જશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ અને એચ.એલ. દોશી કોલેજ જામનગર દ્વારા આયોજિત રોડ સાઇકલિંગ ભાઈઓ/બહેનો સ્પર્ધામાં કુલ 6 ભાઈઓ અને 6 બહેનોની ટીમ ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં રાજસ્થાન (બિકાનેર) ભાગ લેવા જશે.

આંતર કોલેજ સાયકલિંગ સ્પર્ધામાં ભાઈઓમાં કામાણી કોલેજ અમરેલી અને બહેનોમાં એ.કે. દોશી મહિલા કોલેજ જામનગર ચેમ્પિયન થઈ હતી. સમગ્ર સ્પર્ધાના 12 ખેલાડીઓ ઓલ ઇન્ડિયા માટે પસંદગી થયા છે. એ ઓલ ઇન્ડિયા માટે પસંદગી થનાર તમામ ખેલાડીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.ઉત્પલભાઈ જોશી અને કુલસચિવ શ્રી ડો.આર જી પરમાર દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. તમામ ચેમ્પિયન થનાર ટીમ અને ખેલાડીઓને શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા ડો. એચ આર ભાલીયા સ્પર્ધાના આયોજક ડો.તોસીફ ખાન પઠાણ અને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા ચેમ્પિયન થનાર તમામ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કોલેજ તરફથી પણ વિશેષ સન્માન ખેલાડીઓને આપવામાં આવ્યું હતું.

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More