આજે રાજ્યભરમાં 24મા અને અંતિમ જૈન તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલે સૌ નાગરિકોને આ શુભ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
આજે રાજ્યભરમાં 24મા અને અંતિમ જૈન તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે ભગવાન મહાવીરના અનુયાયીઓ પ્રાર્થના અને પ્રસાદ અર્પણ કરશે સાથે ભવ્ય રથ સાથે શોભાયાત્રામાં હજારો જૈન શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પર્વની શુભકામના પાઠવી છે.

