LSG vs RCB: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 50મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સે DLS નિયમ મુજબ 9 રનથી મેચ જીતી હતી. RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ દરમિયાન ઘણી વખત વરસાદે રમતમાં ખલેલ પાડ્યો હતો, જેના કારણે મેચ 19-19 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા, લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા, જેનાથી RCBને DLS પદ્ધતિ હેઠળ 213 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. લખનૌ તરફથી મિશેલ માર્શે 111 રન બનાવ્યા હતા, જ્યારે નિકોલસ પૂરને 38 રન બનાવ્યા હતા, અને કેપ્ટન ઋષભ પંતે અણનમ 32 રન બનાવ્યા હતા. RCB તરફથી જોશ હેઝલવુડ, કૃણાલ પંડ્યા અને રસિક સલામ દારે એક-એક વિકેટ લીધી હતી.
LSG vs RCB: લખનૌ સુપર જાયટ્સે આરસીબીને DLS નિયમ હેઠળ 9 રનોથી હરાવ્યુ, પ્રિંસ યાદવની બોલિંગ કરી કમાલ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની શરૂઆત ખરાબ રહી, જેમાં વિરાટ કોહલી અને જેકબ બેથેલની ઓપનિંગ જોડી માત્ર નવ રનમાં આઉટ થઈ ગઈ. ત્યારબાદ રજત પાટીદાર અને દેવદત્ત પડિકલે ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી સાથે RCB ને રમતમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિકેટ પડવાનો ક્રમ શરૂ થયો, જેમાં પાટીદાર 61 રન બનાવીને આઉટ થયા. ટિમ ડેવિડે જરૂર 17 બોલમાં 40 રન બનાવીને મેચને રોમાંચક બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે, લખનૌ સુપર જાયન્ટ્સનો વિજય થયો. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી પ્રિન્સ યાદવે ત્રણ વિકેટ લીધી, જ્યારે શાહબાઝ અહેમદે બે વિકેટ લીધી.
લખનૌ સુપર જાયન્ટ્સ – મિશેલ માર્શ, અર્શીન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રસિક સલામ દાર, જોશ હેઝલવુડ.

