Saurashtra Satya
ભારત

ભારતનો હવાઈ હૂમલો: પાક. લશ્કરી મથકો નહીં, સંયમી કાર્યવાહી

ભારતના હવાઈ હૂમલા કેન્દ્રીત અને સંયમી હતા, પાક. લશ્કરી મથકો નિશાન નહીં. પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, જમ્મુ-કાશ્મીરમાં ગોળીબારથી 3 નાગરિકોનાં મૃત્યુ. ભારતીય સેના જડબાતોડ જવાબ આપે છે.

ભારતના હવાઈ હૂમલા અંગે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યુ કે, આ પગલું કેન્દ્રીત, નિશ્ચિત અને સંયમિત હતું, જેમાં પાકિસ્તાની લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા નથી. લશ્કરે લક્ષ્યોની પસંદગી અને અમલીકરણની પદ્ધતિમાં નોંધપાત્ર સંયમ દર્શાવ્યો છે.

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે અમેરિકામાં તેમના સમકક્ષ સાથે વાતચીત કરી હતી.

દરમિયાન, પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો છે. ગોળીબારમાં ભારતનાં ત્રણ નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ થયા છે. ભારતીય સેના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More