Saurashtra Satya
મનોરંજન

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh retirement:  અરિજિત સિંહની પ્લેબેક સિંગિંગમાંથી રિટાયરમેન્ટ ની જાહેરાતથી 27 જાન્યુઆરી, 2026નો દિવસ સંગીત પ્રેમીઓ માટે ખૂબ જ નિરાશાજનક બની ગયો છે. મંગળવારે સાંજે, અરિજિતે સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેંસ સાથે આ સમાચાર શેર કર્યા, જેનાથી તેઓ ખૂબ નિરાશ થયા. ઘણા લોકો ગાયકના નિર્ણય પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના તાજેતરના નિવેદનો અને કરિયર પસંદગીઓનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહ્યા છે. તેમની જાહેરાતથી સોશિયલ મીડિયા પર વિવિધ થ્યોરીઝનો દોર શરૂ થયો છે. અરિજિતના ફેંસ પણ તેમની પોસ્ટ્સ પર ટિપ્પણી કરી રહ્યા છે, તેમના નિર્ણય પાછળનું કારણ પૂછી રહ્યા છે.

અરિજીત સિંહની પોસ્ટ

નિવૃત્તિની જાહેરાત કરતા, અરિજીત સિંહે લખ્યું, “નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. શ્રોતાઓ તરીકે મને વર્ષોથી આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે હવેથી હું પ્લેબેક ગાયક તરીકે કોઈ નવું કામ નહીં કરું. હું આ વ્યવસાયને અલવિદા કહી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહ્યું છે.” તેમણે તરત જ બીજી પોસ્ટ લખી, “ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ફેન છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે વધુ શીખતો રહીશ અને મારા પોતાના પર વધુ કામ કરતો રહીશ. તમારા સમર્થન બદલ ફરીથી આભાર.”

ફક્ત પ્લેબેક ગાયનમાંથી રીટાયરમેંટ

અરિજીત સિંહે સ્પષ્ટતા કરી કે તે ફક્ત પ્લેબેક ગીતો સાથે જોડાયેલ અસાઈમેંટથી દૂર જઈ રહ્યા છે, સંગીતથી નહીં. તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, “મારે હજુ પણ કેટલાક અધૂરા કામ પૂરા કરવાના છે, અને હું તે પૂરા કરીશ. તેથી, કદાચ તમે આ વર્ષે કેટલીક રિલીઝ જોશો.”

અરિજિત સિંહના પ્લેબેક સિંગિંગમાંથી રીટાયરમેંટ લેવા પાછળનું કારણ શું છે?

ઘણાયુઝર્સે અરિજિત સિંહના નિર્ણય વિશે અટકળો શરૂ કરી. કેટલાકે તેમના નિર્ણયને સમર્થન આપ્યું,  તો કેટલાકે તેમને પાછા ફરવા માટે વિનંતી કરી. ગાયકે ચાહકોને જવાબ આપ્યો અને તેમના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું. તેમણે સમજાવ્યું કે આ નિર્ણય લેવા માટે ફક્ત એક જ કારણ નથી, પરંતુ ઘણા કારણો હતા. તેમણે એમ પણ સમજાવ્યું કે તેઓ લાંબા સમયથી આ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને છેવટે તેમણે આ નિર્ણય લીધો. તેમણે ઉમેર્યું, “એક સરળ કારણ એ છે કે હું ખૂબ જ ઝડપથી કંટાળી જાઉં છું, તેથી હું ગીતની અરેંજમેંટ બદલીને સ્ટેજ પર અલગ અલગ રીતે ગાઉં છું. હું એક અલગ પ્રકારનું સંગીત અપનાવવા માંગુ છું.”

ઈન્ડીયન ક્લાસિકલ મ્યુઝિક તરફ કમબેક

તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પાછા ફરવા વિશે પણ વાત કરી. એક ફેંસે સિંગરને પૂછ્યું કે શું તેઓ તેમની સાથે મજાક કરી રહ્યા છે, જેના જવાબમાં ગાયકે જવાબ આપ્યો કે તે કોઈની લાગણીઓ સાથે રમી રહ્યા નથી, પરંતુ તે ફક્ત બોલિવૂડ પ્લેબેક સિંગિંગથી દૂર જઈ રહ્યા છે, પરંતુ સંગીત, ખાસ કરીને ઈન્ડીયન ક્લાસિકલ મ્યુઝિક સાથેનો તેમનો સંબંધ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ઈન્ડીયન ક્લાસિકલ મ્યુઝિકમાં પાછા ફરી રહ્યા છે. અરિજિતે એમ પણ કહ્યું કે તે પોતાનું સંગીત પોતે કંપોઝ કરશે અને જ્યારે પણ તૈયાર થશે ત્યારે તેને રિલીઝ કરશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More