Saurashtra Satya
ગુજરાત

Gujarat Rain Alert – ગુજરાતમાં આગામી 4 દિવસ અહી પડશે ભારેથી અતિભારે વરસાદ

8 જુલાઈએ પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

 

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા 3 કલાકમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં તીવ્ર વાદળછાયા વાતાવરણ અને ભારે થી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. વરસાદના કારણે નદી-નાળામાં પાણીના વહાણમાં વધારો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા તેમજ વાહનવ્યવહાર પર અસર થઈ શકે છે. જેના પગલે સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
9 જુલાઈએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
9 જુલાઈએ રાજ્યના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી છે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
10 જુલાઈએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
10 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT), સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
11 અને 12મી જુલાઈએ પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More