Saurashtra Satya
ભારત

“સલમાન ખાન ઉદ્ધવ ઠાકરે કરતા મોટા હિન્દુ છે”, જાણો નીતેશ રાણેએ બીજું શું કહ્યું?

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના નેતા નીતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. રાણેએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, “સલમાન ખાન ઉદ્ધવ ઠાકરે કરતા પણ મોટા હિન્દુ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સલમાન ખાને RSSના કાર્યક્રમમાં જવાની હિંમત તો બતાવી, જ્યારે ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સામે પોતાના પિતાને ‘હિન્દુ હૃદય સમ્રાટ’ કહેવાની હિંમત પણ કરી શકતા નથી.

શું હતો વિવાદ?

8 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતના એક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓ પહોંચી હતી. આ અંગે રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “આ હસ્તીઓ સંઘ પ્રત્યેના પ્રેમને કારણે નહીં, પરંતુ નરેન્દ્ર મોદી સરકારના ડરથી ત્યાં આવી હતી.”
રાજ ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતા નીતેશ રાણેએ સવાલ કર્યો કે, “જ્યારે મુંબ્રાની AIMIM કાઉન્સિલર હિન્દીમાં એમ પૂછતી હતી કે ‘કેવી રીતે હરાવ્યા’, ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ક્યાં હતા?”

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More