Saurashtra Satya
ભારત

અમદાવાદ ટ્રાફિક: કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ-ડિટેક્શન પોર્ટલ શરૂ

 

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનચાલકો હવે બચી નહીં શકે. વાહન ચાલકો પાસે આરસી બુક, લાઈસન્સ, પીયુસી, ઈન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમીટ હોવા જરૂરી છે

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહનચાલકો હવે બચી નહીં શકે. વાહન ચાલકો પાસે આરસી બુક, લાઈસન્સ, પીયુસી, ઈન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમીટ હોવા જરૂરી છે. તેમ છતાં ઘણા વાહનચાલકો ઈન્સ્યોરન્સ, પરમીટ અને ફિટનેસ સર્ટિફિકેટની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ વાહનો હંકારતા હોય છે. જોકે,હવે ટ્રાન્સપોર્ટ વાહનચાલકો પાસે જો આમાંથી કોઈપણ ડૉક્યુમેન્ટ નહીં હોય તો મેમો આવી જશે.

 

કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ-ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ટોલ પ્લાઝા સાથે કનેક્ટેડ હશે. જેથી ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોનો ડેટા ઈ -ડિટેક્શન પોર્ટલ પર અપડેટ થશે. પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોનો જ સમાવેશ થયો છે, બાદમાં ખાનગી વાહનોને પણ આમાં આવરી લેવામાં આવશે.

 

 

 

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More