રાજ્યમાં ચાલી રહેલ હીટવેવમાં નાગરિકોને આગામી ત્રણ દિવસમાં ગરમીથી થોડી રાહત થશે તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે.
રાજ્યમાં ચાલી રહેલ હીટવેવમાં નાગરિકોને આગામી ત્રણ દિવસમાં ગરમીથી થોડી રાહત થશે તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જે મુજબ આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે.
આજે હિટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરેલ છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કંડલા ખાતે રાજ્યનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 45 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું.

