36.1 C
Rajkot
October 30, 2026
Saurashtra Satya
ગુજરાત

સાવધાન આજથી 15 દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ: નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી

ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા રાજ્ય પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 15 દિવસીય વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાશે. આ ઝુંબેશ 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે, જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, ઓવર પેસેન્જર ભરેલા વાહનો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો, હેલ્મેટ વગરના બાઈકચાલકો, ગેરકાયદેસર LED લાઈટ લગાવનાર તેમજ જાહેર માર્ગ પર અનધિકૃત પાર્કિંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યભરના શહેરો અને હાઈવે વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરાશે. ટ્રાફિક પોલીસ વિવિધ સ્થળોએ નાકાબંધી કરી નિયમોનું પાલન થાય તેની ખાતરી કરશે. પોલીસ તંત્રનો ઉદ્દેશ માર્ગ સુરક્ષા વધારવો અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવાનો છે.

વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવશે

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More