Saurashtra Satya
ભારત

બિરયાની પછી તરબૂચ ખાધું, આખો પરિવાર થયો ખતમ, મુંબઈમાં ફૂડ પોઈઝનિંગથી 4 મોત

મુંબઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના ફૂડ પોઈઝનિંગથી મોત થયા છે. બિરયાની ખાધા પછી પરિવારે તરબૂચ ખાધું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
રવિવારે મહારાષ્ટ્રના મુંબઈમાં ફૂડ પોઈઝનિંગનો એક મોટો કેસ નોંધાયો હતો. મુંબઈના પાયધુની વિસ્તારમાં એક પરિવારના ચાર સભ્યોના ફૂડ પોઈઝનિંગથી મોત થયા હતા. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બિરયાની ખાધા પછી પરિવારે તરબૂચ ખાધું હોવાના રીપોર્ટ છે.

મૃતકોની ઓળખ અબ્દુલ્લા ડોકાડિયા (40), નસરીન ડોકાડિયા (35) અને તેમની પુત્રીઓ આયેશા (16) અને ઝૈનબ (13) તરીકે થઈ છે.

પરિવારના એક સભ્યનું મોત પહેલા નિવેદન

પોલીસને આપેલા નિવેદનમાં, પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે તેઓએ સાથે બિરયાની ખાધી હતી અને ત્યારબાદ તરબૂચ ખાધો હતો. તરબૂચ ખાવાના થોડા સમય પછી પરિવારના બધા સભ્યોની તબિયત બગડવા માંડી, તેમને ઝાડા-ઉલટી થવા માંડ્યા.  તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક પછી એક તેમનું મૃત્યુ થયું.

ક્યારે શું થયું ?

– 25 મી એપ્રિલે, ચાર જણના પરિવારે રાત્રે 10:૩૦  વાગ્યે પાંચ અન્ય સંબંધીઓ સાથે ડિનર કર્યું હતું. બાકીના   નિકટના સંબંધીઓ   તેમના ઘરે પરત ફર્યા.
–   ઘરના ચાર સભ્યોએ રાત્રે તરબૂચ ખાધું.
–  ત્યારબાદ, રવિવારે સવારે 5:૩0  થી 6  વાગ્યાની વચ્ચે, ચારેયને ઉલટી અને ઝાડા થવા લાગ્યા.
– પરિવારે તેમના ફેમિલી ડૉક્ટરની સલાહ લીધી અને ત્યારબાદ તેમને જેજે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા.
–  સૌથી પહેલા નાની દીકરીનું  સવારે 10:15  વાગ્યે હોસ્પિટલમાં મોત થયું.
–  છેલ્લે  પરિવારના મુખીયા અબ્દુલ્લા ડોકડિયાનું રવિવારે રાત્રે 10:૩0 વાગ્યે અવસાન થયું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું કારણ જાણી શકાશે. હાલમાં, પાયધુની પોલીસે આકસ્મિક મૃત્યુ (ADR) નો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More