Saurashtra Satya
રમતો

IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, T20 વર્લ્ડ કપની કરી શાનદાર શરૂઆત

ભારતીય ટીમે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ધમાકેદાર શરૂઆત કરી, પાકિસ્તાન સામેની તેમની પહેલી ગ્રુપ A મેચ 64 રનથી જીતી. ટીમ ઈન્ડિયાએ  પહેલા બેટિંગ કરતા 170 રન બનાવ્યા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપી.

દીપ્તિ અને શ્રી ચારણીના સ્પિનમાં ફસાઈ ગઈ પાકિસ્તાન ટીમ

 

ભારત સામે 171  રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે ઝડપી શરૂઆત કરી હતી, જેમાં મુબીના અલી અને ગુલ ફારૂકની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી નોંધાવી હતી. પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવેલી દીપ્તિ શર્માએ ગુલ ફારૂકને 12 રન પર આઉટ કરીને પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન ટીમની સતત વિકેટ પડતી ગઈ, 77 રન સુધી પહોંચતા સુધીમાં તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. ત્યારબાદ ભારતીય બોલરોએ તેમને કમબેક કરવાની કોઈ તક આપી ન હતી, જેના કારણે પાકિસ્તાની ટીમ 17  ઓવરમાં 106 રન પર સમેટાઈ ગઈ  હતી. જ્યા એક બાજુ દીપ્તિ શર્માએ મેચમાં પાંચ વિકેટ લીધી હતી,આ ઉપરાંત શ્રી ચરણીએ ત્રણ અને શેફાલી વર્માએ એક વિકેટ લીધી હતી.

મંધાનાની શાનદાર બેટિંગ

ટી20 વર્લ્ડ કપ 2026 ના પાકિસ્તાન સામેના પોતાના પહેલા મેચમાં, ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેમાં તેણે પહેલી બે વિકેટ 18 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ, સ્મૃતિ મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પણ પહોંચાડી. સ્મૃતિ મંધાનાના 44 બોલમાં 68 રન મેચનું મુખ્ય આકર્ષણ રહ્યા, જ્યારે હરમનપ્રીત કૌરે પણ 36 રન બનાવ્યા. ઇનિંગ્સની અંતિમ ઓવરમાં બેટિંગ કરવા આવેલી રિચા ઘોષે માત્ર 17 બોલમાં આક્રમક 34 રન બનાવીને ટીમ ઈન્ડિયાને 170 રનના આંક સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારતીય ટીમ હવે 17 જૂને હેડિંગ્લી ખાતે નેધરલેન્ડ મહિલા ટીમ સામે ટી20 વર્લ્ડ કપમાં પોતાનો આગામી મુકાબલો રમશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More