ભારતના ચૂંટણી પંચે જૂન-જુલાઈ 2026 માં નિવૃત્ત થનારા 24 રાજ્યસભા સભ્યોની બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત કરી છે. દસ રાજ્યોમાંથી ચૂંટાયેલા 24 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન-જુલાઈ 2026 માં સમાપ્ત થવાનો છે. પંચે હવે આ 24 બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 10 રાજ્યોમાં આ બેઠકો માટે મતદાન ગુરુવાર, 18 જૂન, 2026 ના રોજ થશે.
રાજ્યસભા ચૂંટણી શેડ્યુલ
| નામાંકન માટેની છેલ્લી તારીખ | 8 જૂન, 2026, સોમવાર |
| નામાંકન ચકાસણી | 9 જૂન, 2026, મંગળવાર |
| નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ | 11 જૂન, 2026, ગુરુવાર |
| મતદાનની તારીખ | 18 જૂન, 2026, ગુરુવાર |
| મતદાનનો સમય | સવારે 9:૦૦ થી સાંજે 4:00 વાગ્યા સુધી |
| મત ગણતરી | 18 જૂન, 2026, સાંજે 5:00 વાગ્યા સુધી |
| ચૂંટણી પૂર્ણ થયાની તારીખ | 20 જૂન, 2026, શનિવાર |
અહી જુઓ ચૂંટણી સાથે જોડાયેલ બધી માહિતી
| રાજ્ય | કોણ રિટાયર થઈ રહ્યુ છે ? | રિટાયરમેંટની તારીખ | |
| 1. | આંધ્રપ્રદેશ | અયોધ્યા રામી રેડ્ડી અલા | 21.06.2026 |
| 2. | નથવાણી પરિમલ | 21.06.2026 | |
| 3. | પિલ્લી સુભાષચંદ્ર બોઝ | 21.06.2026 | |
| 4. | સના સતીશ બાબુ | 21.06.2026 | |
| 5. | ગુજરાત | રામભાઈ હરજીભાઈ મોકરીયા | 21.06.2026 |
| 6. | અમીન નરહરિ હીરાભાઈ | 21.06.2026 | |
| 7. | ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી | 21.06.2026 | |
| 8. | રમીલા બેચરભાઈ બારા | 21.06.2026 | |
| 9. | ઝારખંડ | દીપક પ્રકાશ | 21.06.2026 |
| 10. | શિબુ સોરેન (04.08.2025 થી ખાલી) | 21.06.2026 | |
| 11. | મધ્યપ્રદેશ | જ્યોર્જ કુરિયન | 21.06.2026 |
| 12. | દિગ્વિજય સિંહ | 21.06.2026 | |
| 13. | સુમેરસિંહ સોલંકી | 21.06.2026 | |
| 14. | મણિપુર | મહારાજા સનજાઓબા લીશેમ્બા | 21.06.2026 |
| 15. | મેઘાલય | વાનવેરોય ખારલુખી | 21.06.2026 |
| 16. | રાજસ્થાન | નિરજ ડાંગી | 21.06.2026 |
| 17. | રાજેન્દ્ર ગેહલોત | 21.06.2026 | |
| 18. | રવનીત સિંહ | 21.06.2026 | |
| 19. | અરુણાચલ પ્રદેશ | નબામ રેબિયા | 23.06.2026 |
| 20. | કર્ણાટક | નારાયણ કોરાગપ્પા | 25.06.2026 |
| 21. | ઈરાના કદાદી | 25.06.2026 | |
| 22. | એચ.ડી. દેવેગૌડા | 25.06.2026 | |
| 23. | મલ્લિકાર્જુન ખડગે | 25.06.2026 | |
| 24 | મિઝોરમ | કે. વનલાલવેણા | 19.07.2026 |

