Saurashtra Satya
ભારત

કાનપુર પછી અજમેરમાં પણ માલગાડીને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર, રેલ્વે ટ્રેક પર મુક્યા સિમેન્ટના પથ્થરો

ઉત્તર પ્રદેશ (યુપી)ના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ માલગાડીને પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂકીને માલગાડીને પાટા પરથી
ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ અંગે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલા કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને પલટી મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. રેલવે લાઇન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, અજમેરના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા DFCC ટ્રેક પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટ બ્લોક્સ મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ પસાર થઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More