Saurashtra Satya
ભારત

J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ કાશ્મીરની 24 સીટો પર શરૂ થયું વોટિંગ, મતદાતાઓની લાગી લાઈન

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે પ્રથમ તબક્કા હેઠળ કુલ 7 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લાઓ અને કાશ્મીર ખીણના 4 જિલ્લાઓની 24 બેઠકો પર 90 અપક્ષ સહિત કુલ 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનાપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેઓસર, દોરુ, કોકરનો સમાવેશ થાય છે.
– મતદાન મથકની બહાર મતદારોના ઉમટી ભીડ
જમ્મુ અને કાશ્મીરની 24 વિધાનસભા બેઠકો (કાશ્મીરમાં 16 અને જમ્મુમાં 8) માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વીડિયો પુલવામાના એક પોલિંગ બૂથનો છે જ્યાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે.
– ડોડાથી આવી કેટલીક તસવીરો
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ વીડિયો ડોડાના એક પોલિંગ બૂથનો છે.
– જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર મતદાન શરૂ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંતર્ગત 24 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ તમામ બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
09:30 AM, 18th Sep
જમ્મુ અને કાશ્મીર: જિલ્લા વહીવટીતંત્ર કુલગામે જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ચૂંટણી નિયંત્રણ કક્ષની સ્થાપના કરી છે.

08:27 AM, 18th Sep

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More