PM નરેન્દ્ર મોદીએ દેશને આપેલું વધુ એક વચન પૂરું કર્યું છે. મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તો આ અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. સરકાર આ અંગે સંસદના શિયાળુ સત્રમાં એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં બિલ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં આ અંગે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી હતી કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.

