Saurashtra Satya
ભારત

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

મૂળ બ્રિટનનું મ્યુઝિક બૅન્ડ કોલ્ડ-પ્લે ભારતમાં પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. હાલમાં તેમની ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ યોજાઈ રહી છે.

 

બૅન્ડનો અત્યારસુધીનો સૌથી મોટો શૉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા. 25 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે.
આ વાતની જાહેરાત કોલ્ડ-પ્લેએ તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ તથા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરથી કરી હતી. પોતાની જાહેરાતમાં બૅન્ડ લખે છે કે, આ તેમનો “સૌથી મોટો શૉ” હશે.
અમદાવાક ખાતેના કાર્યક્રમના પ્રચારપૉસ્ટરમાં જાહેરાત કરવામાં આવી છે કે “મિસ્ટ્રી ગૅસ્ટ” પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે, જેના વિશે સ્પષ્ટતા હવે પછી કરવામાં આવશે. શનિવારે આ કાર્યક્રમની ટિકિટો વેચાવાની શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમની ટિકિટો વેચાણ અર્થે મૂકવામાં આવી હતી, જે માત્ર 30 મિનિટમાં વેચાઈ ગઈ હતી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More