Adani Group Shares : અદાણી ગ્રુપના શેરમાં ગુરૂવારે જોરદાર ઉછાળો નોંધવામાં આવ્યો હતો. ગૌતમ અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપો પછી ગ્રુપના શેર 20% તૂટી ગયા હતા. પરંતુ હવે અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળે રહી છે. ગ્રુપની અનેક કંપનીઓના શેરમાં સારી એવી ખરીદી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી પર અમેરિકી અભિયોજકોએ ભારતમાં સોલર પાવર કૉન્ટ્રેક્ટ મેળવવા માટે અનુકૂળ શરતોના બદલે ભારતીય અધિકારીઓને 25 કરોડ ડોલરની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. યુએસ પ્રોસિક્યુટર્સે આ આરોપો અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્યો સામે લગાવ્યા છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ચાલો જાણીએ કે આજે અદાણીના શેરની શું હાલત છે.

