Saurashtra Satya
ગુજરાત

Coldwave in gujarat- ગુજરાતમાં હાડ થિંજવતી ઠંડી પારો 10 ડિગ્રી પહોંચી ગયું

Weather updates- સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીએ ભરડો લીધો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે.

 

આ ઠંડીના કારણે લોકોનું રોજીંદું જીવન ભારે પ્રભાવિત થઈ રહ્યું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ સાથે જ નલિયા અને રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે.
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું હતું.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More