Parliament LIVE: કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે બપોરે લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરી દીધું. આ બિલ ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવા માટે તૈયાર છે. ભાજપે વ્હીપ જાહેર કર્યો છે. વહેલી સવારે કોંગ્રેસે તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવાની ભલામણ કરવા જઈ રહી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો હતો. જયારે કોંગ્રેસે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી અને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનનો સતત વિરોધ કરી રહ્યો છે.

