Saif Ali Khan Health Update – અભિનેતા સૈફ અલી ખાનને ગંભીર અવસ્થામાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બતાવાય રહ્યુ છે કે અભિનેતા પર ચપ્પુથી હુમલો થયો છે. આ દુર્ઘટના તેમના રહેઠાણ પર થઈ, જ્યા એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદાથી ઘુસી આવ્યો હતો. આ દરમિયાન તેના પર ધારદાર ચપ્પુથી અટેક કરવામાં આવ્યો. હવે અભિનેતાનો હોસ્પિટલમાં ઉપચાર ચાલુ છે. આ મામલે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસ અને હોસ્પિટલ સંચાલકે પોતાનુ નિવેદન રજુ કરી દીધુ છે. અભિનેતાની ટીમે પણ તેની સાથે જોડાયેલ માહિતી શેયર કરી છે. આ મામલો મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાનો બતાવાય રહ્યો છે.

