Saurashtra Satya
દુનિયા

સમગ્ર વિશ્વમાં આજે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી

‘અ ટ્રિબ્યૂટ ટૂ નૅચર્સ ટાઈની મેસેન્જર્સ’ની વિષયવસ્તુ સાથે આજે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાશે.

‘અ ટ્રિબ્યૂટ ટૂ નૅચર્સ ટાઈની મેસેન્જર્સ’ની વિષયવસ્તુ સાથે આજે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાશે. વિશ્વમાં ચકલીની વસતિમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા અને લોકોને જાગૃત કરવા દર વર્ષે ઉજવણી કરાય છે. નૅચર ફૉરેવર સોસાયટી ઇન્ડિયા અને ફ્રાન્સના ઇકો-સિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી વર્ષ 2010થી ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી થાય છે.

હાલમાં વિશ્વમાં ચકલીઓની અંદાજે 43 જાતિ છે. થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં 60થી 80 ટકાનો ઘટાડો થયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યાદી મુજબ, ચકલીઓ સામાન્ય રીતે 38 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More