નવી દિલ્હી:
ઇન્ડોનૅશિયામાં માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી આજે ત્રણ વાર ફાટતા રાખનો એક સ્તંભ આઠ હજાર 200 મીટર ઉપર હવામાં જોવા મળ્યો હતો. અધિકારીઓએ જ્વાળામુખીની આસપાસના જોખમી ક્ષેત્રનું વિસ્તાર કર્યું છે. જોકે, સ્થળાંતર અંગેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નહતી.
પૂર્વ નુસા ટેન્ગારા પ્રાન્તના ફ્લૉરેસ ટાપુ પર આવેલા જ્વાળામુખીમાં અનેક ધરતીકંપ આવી ગયા છે. તેમ જ ગત સાત દિવસમાં દ્રશ્યમાન જ્વાળામુખીની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી ફાટવાથી નવ લોકોના મોત થયા અને ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

