રાજ્યમાં આજથી ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.
રાજ્યમાં આજથી ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ, ગુરૂવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ હતી.
અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં લોકો શેકાયા હતા.આ ઉપરાંત 6 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ રહ્યો હતો.

