RCBના દિગ્ગજ વિરાટ કોહલી IPLમાં 1000થી વધુ બાઉન્ડ્રી ફટકારનારા પહેલા ખેલાડી બન્યા છે. 721 ચોગ્ગા અને 280 છગ્ગા સાથે ઈતિહાસ રચ્યો.
વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 1000 ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે. અત્યાર સુધીની તમામ 18 આઇપીએલ સિઝન રમનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડીએ આઇપીએલ 2025ની 24મી મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી છે.
તેમણે આઇપીએલમાં કુલ 721 ચોગ્ગા અને 280 છગ્ગા માર્યા છે. તેઓ આઇપીએલમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી બન્યા છે અને છગ્ગા લગાવવામાં ક્રિસ ગેઇલ અને રોહિત શર્મા પછી ત્રીજા સ્થાને છે. ક્રિસ ગેઇલે 357 અને રોહિત શર્માએ 282 છગ્ગા માર્યા છે.

