‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પહેલગામ હુમલાનો બદલો લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે ગુજરાતની તેમની પહેલી મુલાકાતે પહોંચશે. પીએમ મોદીના ગૃહ રાજ્ય વડોદરામાં આગમન પર મહિલા શક્તિ તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરશે, તો બીજી તરફ પીએમ મોદી તેમની 24 કલાકની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે. દેવામાં ડૂબેલા પાકિસ્તાને IMF પાસેથી 1 બિલિયન ડોલર, આશરે 8,500 કરોડ રૂપિયાની લોન લીધી છે. પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાત દરમિયાન 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. જે પાકિસ્તાનને આપવામાં આવેલી નાણાકીય સહાય (લોન) કરતા અનેક ગણી વધારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા સમયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જ્યારે ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જ્યારે IMF એ પાકિસ્તાનને સહાય મંજૂર કરી ત્યારે ભારતે સખત વિરોધ કર્યો હતો.

