આજનો દિવસ બિહાર માટે મહત્વપૂર્ણ રહ્યો. સમ્રાટ મંત્રીમંડળના અનેક નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. ગાંધી મેદાનમાં ભાજપમાંથી પંદર, જેડીયુમાંથી ૧૩, એલજેપી (આર)માંથી બે, એચએએમમાંથી એક અને આરએલએસપીમાંથી એકે મંત્રી તરીકે શપથ લીધા.
નિશાંત કુમાર, મિથિલેશ તિવારી, શ્વેતા કુમારી, બુલો મંડલ, નંદકિશોર રામ, કુમાર શૈલેન્દ્ર અને રામચંદ્ર પ્રસાદ પહેલી વાર મંત્રી બન્યા. કુલ ૩૨ મંત્રીઓએ શપથ લીધા, જેમાં અગાઉના મંત્રીમંડળમાંથી ૧૯ અને ૧૩ નવા મંત્રીઓનો સમાવેશ થાય છે.
સમ્રાટ ચૌધરી મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન સહિત અનેક VIP લોકો હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી પટના એરપોર્ટથી રોડ માર્ગે ગાંધી મેદાન પહોંચ્યા. રસ્તામાં ભાજપના કાર્યકરોએ પીએમ મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને તેમના પર ફૂલોનો વરસાદ કર્યો. ગાંધી મેદાનમાં ગોઠવાયેલા મંચ પર બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ હાજર હતા.

