Saurashtra Satya
ભારત

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

દિલ્હીમાં લાલ કિલ્લાની સામે આતંકી ધમાકો કરી શકે છે, તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે જ ચાંદીની ચોક સ્થિત મંદિરને પણ આતંકી નિશાન બનાવી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ લશ્કર એ તૈયબા એક્ટિવ છે અને  IED હુમલાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીનારોજ પાકિસ્તાનના ઈસ્લામાબાદના મસ્જિદમાં થયેલા વિસ્ફોટનો બદલો લેવા માટે લશ્કર ભારતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની કોશિશમાં છે.  દેશના મોટા મંદિર લશ્કર એ તૈયબાના નિશાના પર છે. આ ઘટના ગુપ્ત એજંસીઓ દ્વારા એક મહિન પહેલા જાહેર કરવામા આવેલી ચેતાવણી પછી સામે આવી છે.  જેમા કહેવામાં આવ્યુ છે કે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન અને બાંગ્લાદેશ સ્થિત આતંકી સંગઠણ ગણતંત્ર દિવસ પહેલા દિલ્હી અને દેશના અનેક શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

 

આતંકવાદીઓ બદલો લેવા માંગે છે

સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા માંગે છે, જેમાં 31 લોકો માર્યા ગયા હતા અને 160 થી વધુ ઘાયલ થયા હતા. જોકે, ઇસ્લામિક સ્ટેટ જૂથે મસ્જિદ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ISIS એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંદિરના આંતરિક દરવાજા સુધી પહોંચતા, આત્મઘાતી બોમ્બરે શિયા સમુદાયમાં પોતાનો વિસ્ફોટક વેસ્ટ વિસ્ફોટ કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.”

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ

આ ઘટના 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટના ત્રણ મહિના પછી બની છે, જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને લગભગ બે ડઝન ઘાયલ થયા હતા. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટકોથી ભરેલી કારના વિસ્ફોટથી નજીકના અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. DNA પરીક્ષણના પરિણામો અનુસાર, ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ડૉક્ટર ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર ઉન નબી, વિસ્ફોટ થયેલી કાર ચલાવી રહ્યા હતા.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More