Saurashtra Satya
ભારત

Corona Virus- મુંબઈથી પરત સુરત આવેલા 7 દર્દીઓને કોરોના પોઝિટિવ મળ્યા

ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે જાણે રોકેટ ગતિએ વધી રહ્યું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ સુરતમાં પણ હવે કોરોના કેસો સતત વધી રહ્યા છે. વાસ્તવમાં સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ ક્રમમાં હવે સુરતના પાલ વિસ્તારમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. પ્રાથમિક વિગતો મુજબ મુંબઇથી પરત આવેલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી બે દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. આ સાથે અન્ય દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર અપાઇ છે.

 

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ગઇકાલે કોવિડ-19ના નવા 119 કેસ નોંધાયા છે. આ તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ હતી. જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના નવા 71 કેસ
અમદાવાદમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા હતા. 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દી મોતને ભેટ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય યુવકનું કોરોનાથી મોત થયુ છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More