Saurashtra Satya
રમતો

હાર પછી નિશબ્દ થયા કપ્તાન હાર્દિક પંડ્યા, બોલ્યા – મારી પાસે હાલ બોલવા માટે કશું નથી

Hardik Pandya: IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. આ IPLમાં મુંબઈનો આ સતત ચોથો પરાજય છે. પંજાબ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ દેખાતો હતો. મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં જ્યારે હાર્દિકને આ મેચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ હાર બાદ હાલમાં તેની પાસે કહેવા માટે કંઈ નથી.

મેચ હાર્યા બાદ MI નાં કેપ્ટન હાર્દિક થયા નિ:શબ્દ

મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું, “સાચું કહું તો, મારી પાસે અત્યારે કહેવા માટે કંઈ નથી. મને લાગે છે કે અમારે ખરેખર પરત જઈને આપણી રણનીતિનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર છે અને જોવું જોઈએ કે અમે ક્યાં ખોટું કરી રહ્યા છીએ. શું આ કોઈ એક  ખેલાડીને લીધે છે? કે પછી આખી ટીમને કારણે છે? કે પછી અમારી પ્લાનિંગમાં કોઈ કમી છે? અમે આગામી મેચ પહેલા તે શોધી કાઢીશું અને જોઈશું કે અમે આગળ શું કરી શકીએ છીએ.”

પંજાબે બધા ડીપાર્ટમેન્ટમાં સારું પ્રદર્શન કરું  – હાર્દિક

પંડ્યાએ વધુમાં કહ્યું, “મને લાગે છે કે આ જીતનો શ્રેય આપણે પંજાબને આપવો જોઈએ. બોલ રિવર્સ સ્વિંગ થવા લાગ્યો. બીજી ઇનિંગમાં ઝાકળ પડી ગઈ હતી, જેના કારણે બેટિંગ થોડી સરળ બની ગઈ હતી, પરંતુ તેમ છતાં, તેઓએ અમને સંપૂર્ણપણે હરાવી દીધા. તેઓએ બેટિંગ અને બોલિંગમાં અમારાથી આગળ નીકળી ગયા, અને ચોક્કસપણે વધુ સારી ફિલ્ડિંગ કરી. આ જ કારણે તેમને આ મેચ જીતવામાં મદદ મળી. મને લાગે છે કે અમારે જોવું પડશે કે શું અમારે કેટલાક કઠિન નિર્ણયો લેવાની જરૂર છે, કે શું અમારે  ફક્ત આગળ વધતા રહેવું જોઈએ. આશા છે કે, આવનારી મેચોમાં અમે સુધારો કરી શકીશું.”

બેકાર ગઈ ડીકોક ની સેન્ચુરી

મેચની વાત કરીએ તો, પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, મુંબઈની ટીમે ક્વિન્ટન ડી કોકની સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા. ડી કોકે 60 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી. પરંતુ તેની ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં. પંજાબની ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે અણનમ 80 રન બનાવ્યા, જ્યારે શ્રેયસ ઐયરે 66 રનનું યોગદાન આપ્યું.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More