ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈંડિયા ખરાબ રીતે ફેલ રહી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફ્રીમાં ભારતીય બેટ્સમેન ફ્લોપ રહ્યા. જસપ્રીત બુમરાહને છોડીને કોઈપણ ભારતીય બોલર ઓસ્ટ્રેલિયાને રન બનાવતા રોકી શક્યુ નહી. પરિણામ એ આવ્યુ કે ટીમ ઈંડિયાને 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 3-1 થી હરાવીને 10 વર્ષ પછી BGT પર કબજો કર્યો સાથે જ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવ્યુ. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકા સાથે લોર્ડ્સમાં રમશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતના દિગ્ગજ બોલરનુ રિટાયરમેંટ પણ જોવા મળ્યુ. ગાબામાં ત્રીજી ટેસ્ટ ડ્રો થવાના તરત જ પછી દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્દ્રન અશ્વિને ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેતા બધાને હેરાન કરી નાખ્યા. ત્યારબાદ અશ્વિન સીરિઝની વચ્ચે જ ભારત પરત ફર્યા. હવે બોર્ડર-ગાવસ્કર શ્રેણી ખતમ થયા પછી એક વધુ સ્પિનરના રિટાયરમેંટની અટકળો લગાવવામાં આવી રહી છે. ઈસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર થયા પછી રિટાયરમેંટની અટકળોને હવા મળી ગઈ છે.


