ઇઝરાયલ અને હમાસ આગામી છ અઠવાડિયા સુધી યુદ્ધમાં નહીં હોય. ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ પર સંમત થયા છે. એપીના અહેવાલ મુજબ, એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે હમાસ સાથે ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટો છેલ્લી ઘડીએ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે કરાર અવરોધાયો હતો. હમાસના એક અધિકારીએ કહ્યું હતું કે જૂથે ગાઝા યુદ્ધવિરામ માટે ઇઝરાયલના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે અને વાટાઘાટો ચાલુ છે. ત્યારબાદ કતાર અને હમાસના અધિકારીઓએ કહ્યું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોમાં છેલ્લી ઘડીનો વિવાદ ઉકેલાઈ ગયો છે. તે પછી, ઇઝરાયલી અને હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં ઇઝરાયલના યુદ્ધને રોકવા અને ડઝનબંધ બંધકોને મુક્ત કરવા માટે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે

